દિલ્હી ચૂંટણી: CM કેજરીવાલની ઉમેદવારીમાં પેચ ફસાયો, રાહ જોતા બેઠા છે, જાણો શું છે મામલો
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું હજુ સુધી નામાંકન થઈ શક્યું નથી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Elections 2020) માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)નું હજુ સુધી નામાંકન થઈ શક્યું નથી. નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે જામનગર હાઉસ પહોંચેલા સીએમ કેજરીવાલને વાટ જોવી પડી રહી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મારું નામાંકન દાખલ કરવા માટે રાહ જોઈ રહ્યો છું. તેમણે ટ્વીટ કરી કે ઉમેદવારી નોંધાવવા માટે રાહ જોઈ રહ્યો છું. મારો ટોકન નંબર 45 છે.
કેજરીવાલ પરિવાર સાથે નામાંકન દાખલ કરવા પહોંચ્યા છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપે (BJP) સુનીલ યાદવ અને કોંગ્રેસે રોમેશ સભરવાલને ઉમેદવાર બનાવ્યાં છે. ચર્ચા છે કે ભાજપ અને કોંગ્રેસે (Congress) સીએમ કેજરીવાલ સામે કોઈ મજબુત નેતાને ઉમેદવાર બનાવ્યાં નથી.
Waiting to file my nomination. My token no is 45. There are many people here to file nomination papers. Am so glad so many people participating in democracy.
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 21, 2020
કેજરીવલા ત્રીજીવાર આ બેઠક પરથી જીતવા ઈચ્છશે. તેઓ આ અગાઉ 2013માં 53.46 ટકા મતથી અને 2015માં 64.34 ટકા મત મેળવીને જીત્યા હતાં. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠ ફેબ્રુઆરીના રોજ થશે. તથા મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
જુઓ LIVE TV
કેજરીવાલ સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવવાના હતાં. જો કે રોડશોમાં મોડું થતા ઉપ જિલ્લાધિકારીના કાર્યાલયમાં પહોંચવામાં મોડું થયું અને તેમણે ઉમેદવારી નોંધાવવાનું માંડી વાળ્યું. નામાંકન પહેલા કેજરીવાલે રોડશો કર્યો હતો અને તેઓ જામનગર હાઉસમાં રિટર્નિંગ ઓફિસરની પાસે નિર્ધારિત સમયે બપોરે 3 વાગ્યા સુધીમાં પહોંચ્યા નહતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે